ગાંધીનગરમાં કેબિનેટ મીટીંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 પાસ ઉમેદવારોની પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં તા. ૧૯/૦૬/૨૦૨૪ ના રોજ મળેલ કેબિનેટ બેઠકમાં રાજયના શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર તેમજ શિક્ષણ સચિવ હાજર રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો તેમજ TET-1 અને TET-2 પાસ ઉમેદવારોની પણ ટૂંક સમયમાં શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ પણ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

ગાંધીનગરમાં કેબિનેટ મીટીંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્યની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 પાસ ઉમેદવારોની પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top